નવી દિલ્હી: એર ઈન્ડિયાનું બીજુ ખાસ વિમાન ચીનના વુહાન એરપોર્ટથી રવિવારે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યું હતું. કોરોના વાયરસના ખતરાને જોતા સવારે 7.30 વાગ્યે આ વિમાનમાં 323 ભારતીયોને અને 7 માલદીવ નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે.આજે એર ઈન્ડિયાનું બીજુ વિમાન દિલ્હી પહોચ્યું હતું. જેમાં 323 ભારતીયો સહિત 7 માલદીવ નાગરિકોને દિલ્હી લવાયા છે. મહત્વનું છે કે, આ રહેલા શનિવારના રોજ એર ઇન્ડિયાનું એક સ્પશેલ વિમાન ચીનથી ભારતીય નાગરિકોને લઈ દિલ્હી એરપોર્ટ પર આવ્યું હતું.
કોરોના વાયરસ: એર ઈન્ડિયાનું બીજુ વિમાન આવી પહોચ્યું, 323 ભારતીયો સહિત 7 માલદીવ નાગરિકોને દિલ્હી લવાયા - 323 ભારતીયો અને 7 માલદીવ નાગરિકો
ચીનથી ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસ એ હવે એક ઘાતક રોગચાળાનું સ્વરૂપ લઈ લીધુ છે. તાજેતરના રિપોર્ટ મુજબ, વુહાનના કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 300થી લોકોના મોત થયા હોવાનો સત્તાવાર આંકડો નોંધાયો છે. તમામ સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં સમગ્ર દુનિયામાં લગભગ 4000 લોકો આ ઘાતક ઈન્ફેક્શનની લપેટમાં આવી ગયા છે. વુહાન કોરોના વાયરસના ચેપનો ભોગ બનેલા અને મૃત્યુ પામેલા મોટાભાગના ચીનના જ લોકો છે. હવે આ વાયરસ ચીનના બેઈજિંગ અને હુબી શહેરો સુધી પહોંચી ચૂક્યો છે, ત્યારે ભારત સરકાર ચીનથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સત્તત પ્રયાસો કરી રહી છે અને તેમને પરત વતન લાવી રહી છે.આજે એર ઈન્ડિયાનું બીજુ વિમાન દિલ્હી પહોચ્યું હતું. જેમાં 323 ભારતીયો સહિત 7 માલદીવ નાગરિકોને દિલ્હી લવાયા છે. મહત્વનું છે કે, આ રહેલા શનિવારના રોજ એર ઇન્ડિયાનું એક સ્પશેલ વિમાન ચીનથી ભારતીય નાગરિકોને લઈ દિલ્હી એરપોર્ટ પર આવ્યું હતું.

વુહાન, હુબેઈની પ્રાંતીય રાજધાની છે. અહીં કોરોના વાયરસનું સૌથી વધારે સંક્રમણ જોવા મળી રહ્યું છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 300થી પણ વધુ લોકોના મોત થયા છે. ચીનના વુહાનથી દેશમાં પરત ફરેલા ભારતીયો માટે સેનાએ તૈયારીઓ કરી છે. ભારતીયોને લેવા માટે એર ઈન્ડિયાનું વિમાન વુહાનમાં શુક્રવારે સાંજે 7 વાગ્યે લેન્ડ થયું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (WHO)એ વૈશ્વિક મહામારી જાહેર કરી છે.
દિલ્હીમાં ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસના જવાનોએ બેડની હોસ્પિટલ તૈયાર કરી રાખી છે. કોઈ સંજોગોમાં વાયરસ ફેલાય તો તેને પહોંચી વળવાની બધી સુવિધા અહીં છે. ત્યાં ડૉક્ટર પણ ખડે પગે રખાયા છે. સૌ પ્રથમ મુસાફરોની એરપોર્ટ પર તપાસ કરવામાં આવશે બાદમાં તેમને માનેસર સ્થિત કેન્દ્રમાં લઈ જવામાં આવશે. જો કોઈને કોરોના વાયરસની અસર જોવા મળશે તો તેને દિલ્હી કૈંટ સ્થિત હોસ્પિટલમાં બનેલા એક અલગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે.