ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના યોદ્ધાઓને નમનઃ ઋષિકેશ AIIMS પર વાયુ સેનાએ હેલીકોપ્ટરથી ફુલ વરસાવ્યા

ઋષિકેશ એમ્સમાં સવારે 10 વાગ્યેને 15 મિનીટ વાયુ સેનાના MI-17 હેલિકોપ્ટર દ્વારા કોરોના યોદ્ધા પર ફુલનો વરસાદ કરવામાં આવ્યો હતો. જ્યારે, ડોક્ટરો અને સ્ટાફની હિંમત વધારવા માટે વાયુ સેનાનો આભાર માન્યો હતો.

કોરોના યોદ્ધાઓને નમન, ઋુષિકેશ AIIMS પર વાયુ સેનાએ હેલીકોપ્ટરથી ફુલ વરસાવ્યા
કોરોના યોદ્ધાઓને નમન, ઋુષિકેશ AIIMS પર વાયુ સેનાએ હેલીકોપ્ટરથી ફુલ વરસાવ્યા

By

Published : May 3, 2020, 1:55 PM IST

ઋષિકેશઃ કોરોના મહામારીની જંગમાં પોતાનો જીવ જોખમમાં નાખીને મેદાનમાં લડવા ઉતરેલા યોદ્ધાઓને વાયુ સેના સલામ કરી રહી છે, તેમનો ઉત્સાહ વધારવા માટે દેશભરની હોસ્પિટલો પર ફુલનો વરસાદ કરવામાં આવ્યો હતો. ઋષિકેશની એમ્સ હોસ્પિટલ પર વાયુ સેનાના MI 17 હેલીકોપ્ટર દ્વારા ફુલનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેને જોઇ એમ્સના ડોક્ટરોનો ચહેરો ખીલી ઉઠ્યો હતો.

કોરોના યોદ્ધાઓને નમનઃ ઋષિકેશ AIIMS પર વાયુ સેનાએ હેલીકોપ્ટરથી ફુલ વરસાવ્યા

સવારે 10 વાગ્યેને 15 મિનીટે વાયુ સેનાનું MI 17 હેલીકોપ્ટર એમ્સ પર પહોચ્યું હતું અને એમ્સમાં રહેલા કોરોના વોરિયર્સ પર ફુલથી વરસાદ કર્યો હતો. આકાસમાંથી થતા ફુલ વરસાદના કારણે તમામ સંસ્થાઓના ડોક્ટરો અને સ્ટાફમાં ખુશી જોવા મળી હતી. તેમને આ મહામારીના સમયમાં હિંમત વધારવા માટે વાયુ સેનાનો આભાર માન્યો હતો.

મહત્વનું છે કે, કોરોના વાઇરસની આ મહામારીના જંગમાં ડૉક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ, સફાઇ કર્મચારી, પોલીસ સહીત અન્ય ફ્રંટ લાઇન કર્મચાર મેદાનમાં કોરોના સામે જંગ લડી રહ્યા છે. કોરોના યોદ્ધાઓના સન્માન માટે વાયુ સેના પણ આગળ આવી હતી.

ABOUT THE AUTHOR

...view details