નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના પ્રમુખ આર.કે.એસ ભદૌરિયાએ કહ્યું છે કે, જ્યારે પણ અમારી ધરતી પર આતંકવાદી હુમલો થાય છે ત્યારે તેણે ચિંતિત રહેવું જોઈએ અને તેઓ યોગ્ય રીતે ચિંતિત હતા. જો આ ચિંતાઓમાંથી બહાર નીકળવું હોય તો ભારતમાં આતંકવાદ રોકવો પડશે.
એર ચીફ માર્શલ ભદોરિયાએ કહ્યું કે, પાકિસ્તાનની દરેક ગતિવિધિ પર અમારી નજર છે. તેનો યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે, કોઇપણ આતંકી પ્રવૃતિ ભારતીય ભૂમિ પર થાય ત્યારે આપણે સાવધાન રહેવું જોઈએ. પરંતુ પાકિસ્તાનને ડરવું પડશે. કારણ કે,ક્યારે અને કેવી કાર્યવાહી કરવી તેનો નિર્ણય અમે લઈશું. વાયુસેનાએ કહ્યું કે, અમે સતત સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યાં છીએ.
ચીન પર પ્રતિક્રિયા આપતા પ્રમુખે કહ્યું કે, અમારી નજર તેના પર પણ છે. હાલમાં જે હવાઇ ગતિવિધિઓ થઇ છે ત્યાં પણ અમે જરૂર પડ્યે પગલાં લઇએ છીએ. ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવે છે.