ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા ભૂમિ વિવાદ: રિવ્યુ પિટીશન દાખલ કરશે AIMPLB, મસ્જિદ માટે અન્યત્ર જગ્યા મંજૂર નથી - સુપ્રીમ કોર્ટના ચુકાદા

લખનઉ: ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ એટલે કે AIMPLB એ કહ્યું હતું કે, અયોધ્યા પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સમીક્ષા અરજી એટલે કે, રિવ્યુ પિટીશન દાખલ કરશે. આ ઉપરાંત પર્સનલ લૉ બોર્ડે કહ્યું હતું કે, અન્ય જગ્યાએ મસ્જિદ માટે આપેલી 5 એકર જમીન પણ મંજૂર નથી. લો બોર્ડનું કહેવું છે કે, અમે બીજી જગ્યા જમીન માટે કોર્ટમાં ગયા નહોતા, તેમને તે જ જમીન જોઈએ, જ્યાં બાબરી મસ્જિદ બનેલી હતી.

અયોધ્યા વિવાદ

By

Published : Nov 17, 2019, 12:52 PM IST

Updated : Nov 17, 2019, 4:40 PM IST

આ બેઠક માટે પર્સનલ લૉ બોર્ડના તમામ નેતાઓ લખનઉ પણ પહોંચી ગયા હતા. ત્યાં અચાનક તાજેતરમાં વિગતો મળી રહી છે કે, આ બેઠક માટેનું સ્થળ બદલવામાં આવી રહ્યું છે. બેઠક શરુ થાય તે પહેલા જ અસદુદ્દીન ઔવેસી સાથે અનેક નેતાઓ બેઠકમાંથી ઉઠીને બહાર આવતા રહ્યા હતા.

ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની પ્રેસ કોન્ફરન્સ

આ બેઠક બાદ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની 3 વાગ્યે પત્રકાર પરિષદ પણ યોજાવાની છે.

Last Updated : Nov 17, 2019, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details