અયોધ્યા ભુમિ વિવાદના નિર્ણય બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ચુકાદા પર પુન:વિચાર કરવાની અરજી દાખલ કરવામાં આવશે. જેને લઈ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મુસ્લિમ પક્ષકારો સાથે બેઠક યોજી હતી. નદવા કોલેજમાં યોજાયેલી આ બેઠકમાં સુપ્રિમ કોર્ટમાં ચુકાદા પર રિવ્યુ પિટિશન દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
અયોધ્યા ભૂમિ ચુકાદા અંગે AIMPLBની બેઠકમાં લેવાયો આ મહત્વનો નિર્ણય - અયોધ્યા જમીન વિવાદ નિર્ણય
લખનઉઃ અયોધ્યા ભુમિ વિવાદનો ચુકાદો આવ્યા બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) સાથે જોડાયેલી ચાર પાર્ટીઓએ સુપ્રિમ કોર્ટમાં ચુકાદા વિરુદ્ધ પુન:વિચાર અરજી દાખલ કરશે.
આ બેઠકમાં 4 પક્ષકારો હાજર રહ્યા હતાં. જ્યારે ઇકબાલ અન્સારી અને સુન્ની વકફ બોર્ડ આ બેઠકમાં સામેલ થયા નહોતા. બેઠક બાદ અયોધ્યા જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી સમીક્ષા અરજી દાખલ કરવાની વાત બહાર આવી રહી છે.
નોંધનીય છે કે અયોધ્યા જમીન વિવાદ પર ગત 9 નવેમ્બરના રોજ સુપ્રિમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટે વિવાદીત જમીન પક્ષકાર રામલલાને આપવાની, મંદિર બનાવવા માટે કેન્દ્ર સરકારને ટ્રસ્ટ બનાવવાની અને મુસ્લિમ પક્ષકારને અલગથી પાંચ એકર જમીન આપવાનો ચુકાદો આપ્યો હતો.