ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનું કામ કરે છે મીડિયા: મૌલાના સજ્જાદ નોમાની

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સદસ્ય મૌલાના સજ્જાદ નોમાનીએ મીડિયા પર આરોપ લગાવ્યો છે કે, મીડિયા કોરોના માહામારીને લઇ સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનું કામ કરી રહી છે.

મૌલાના સજ્જાદ નોમાની
મૌલાના સજ્જાદ નોમાની

By

Published : Apr 19, 2020, 5:47 PM IST

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સદસ્ય મૌલાના સજ્જાદ નોમાનીએ કેટલીક ટીવી ચેનલો પર આરોપ લગાવ્યો છે કે, મીડિયા ચેનલો તબલીગી જમાતને કોરોના વાઇરસના ફેલાવા માટે જવાબદાર ગણાવી રહી છે.

નાગરિકત્વ કાયદાના વિરોધ દરમિયાન રાજદ્રોહના આરોપ બાદ ચર્ચામાં રહેનારા મૌલાના નોમાનીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં તબલીગી જમાતને લગતા કેટલાક કેસ થયા હતા, ત્યારે મીડિયાએ મૌલાના સાદને વિલન તરીકે રજૂ કર્યો હતો. આ પછી તેણે મીડિયા હાઉસને નોટિસ ફટકારી હતી.

મૌલાના નોમાનીએ કહ્યું, 'મીડિયાના વલણને જોઈને લાગે છે કે, તે વાતાવરણ બગાડવાનું કામ કરી રહ્યું છે. એક ચેનલે હદ કરી હતી. તેમણે મારો અને મૌલાના સાદનો ફોટો બતાવ્યો હતો અને અમારી છબી ખરાબ કરી હતી.

તેમણે કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ માટે મીડિયા જવાબદાર છે, જે ખોટા સમાચાર પ્રકાશિત કરે છે અને સમાજના કોઈ વિશેષ વર્ગનું પતન કરી રહી છે. તેમણે આ રોગનો ઉપયોગ દેશભરમાં નફરત ફેલાવવા માટે કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details