નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીની એઇમ્સની 19 નંબરની હોસ્ટેલમાંથી એક એમબીબીએસના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. એમબીબીએસના વિદ્યાર્થીએ પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. મૃતક એમબીબીએસના વિદ્યાર્થીનું નામ વિકાસ જી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
દિલ્હીઃ AIIMSના MBBSના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા - દિલ્હી ન્યૂઝ
દક્ષિણ દિલ્હીની એઇમ્સની 19 નંબરની હોસ્ટેલમાં એક એમબીબીએસના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. એમબીબીએસના વિદ્યાર્થીએ પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.
દક્ષિણ દિલ્હીના DCP અતુલકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે, 10 ઓગસ્ટે સાંજના 6 વાગ્યે એમબીબીએસના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનું નામ વિકાસ જી છે. જે બેંગલુરુનો રહેવાસી છે. વર્ષ 2018માં વિકાસ એમબીબીએસનો અભ્યાસ કરવા માટે દિલ્હી એઇમ્સમાં જોડાયો હતો. વિદ્યાર્થીએ પહેલું વર્ષ પૂરું કર્યું ન હતું. ડોકટરોએ કહ્યું હતું કે, વિકાસ રજાઓ દરમિયાન ઘરે ગયો ન હતો. એઈમ્સમાં વિદ્યાર્થીની સારવાર ચાલી રહી હતી.
જો કે આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ ઘણા ડોકટરોએ આત્મહત્યા કરી છે. આજે ફરી એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદીને આત્મહત્યા કરી છે. આ ઉપરાંત, એઇમ્સમાં માત્ર 2 મહિનામાં 3 લોકોએ આત્મહત્યા કરી છે.