ગુજરાત

gujarat

ETV Bharat / bharat

AIIMSના ડોક્ટરોએ ગૃહપ્રધાનને પત્ર લખી સ્વાસ્થ્ય કર્મીઓ પર હુમલો કરનારા સામે કાર્યવાહી કરવાની માગ કરી - new dilhi news

દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. ત્યારે ડોક્ટરો સહિત તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓ સતત મહેનત કરી લોકોની સેવા કરી રહ્યાં છે. તેમ છતા દેશમાં ઘણા બધા ડોક્ટરો તેમજ સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે ગેરવર્તન તેમજ મારપીટની ઘણી ઘટનાઓ સામે આવી છે. ત્યારે AIIMSના રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખી અને ડોક્ટરો તેમજ સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

etv bhart
એમ્સના ડોક્ટરોએ ગૃહપ્રધાનને પત્ર લખી સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરી

By

Published : Apr 17, 2020, 5:03 PM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. ત્યારે ડોક્ટરો સહિત તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓ સતત મહેનત કરી લોકોની સેવા કરી રહ્યાં છે. તેમ છતા દેશમાં ઘણા બધા ડોક્ટરો તેમજ સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે ગેરવર્તન તેમજ મારપીટની ઘણી ઘટનાઓ સામે આવી છે. ત્યારે AIIMSના રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખી અને ડોક્ટરો તેમજ સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા કેન્દ્રિય ગૃહપ્રધાનને લખેલ પત્રમાં તે તમામ સાત ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે કે જ્યા ડોક્ટર તેમજ સ્વાસ્થ્ય કર્મચારીઓ પણ મારપીટની ઘટના સામે આવી હતી. તેમજ ડોક્ટર્સ એસોસિએશને ગૃહપ્રધાન અમિત શાહને 'હેલ્થકેર કર્મચારી અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ(હિંસા પર પ્રતિબંધ અને સંપત્તિને નુકસાન) બિલ લાગુ કરવાની અપીલ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્લી સહિત દેશના અનેક રાજ્યોમાં ડોક્ટરો સાથે મારપીટની ઘટનાઓ બની હતી.

ABOUT THE AUTHOR

...view details