હૈદરાબાદ: કોરોના મહામારી દરમિયાન તકનીકી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ એવા વિદ્યાર્થીઓને ફી પરત આપવાનો નિર્દેશ આપ્યો છે જેઓ અમુક કારણોસર તેમનો પ્રવેશ રદ કરવા માગે છે. જોકે, સંપૂર્ણ ફી ફક્ત તે જ વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે જેઓ 10 નવેમ્બર 2020 સુધીમાં એડમિશન પરત લઇ લેશે.
પરિષદે તે વિદ્યાર્થીઓને રાહત પણ આપી છે, જેઓ અભ્યાસ દરમિયાન કોઈપણ સમયે પ્રવેશને રદ કરવા માગે છે. સંસ્થાઓ આવા વિદ્યાર્થીઓ પાસેથી આવતા સેમેસ્ટર માટે ફી લઈ શકતી નથી. સાથે જ સંસ્થાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, એવા વિદ્યાર્થીઓના તમામ રિફંડેબલ એકાઉન્ટ અને ડોક્યુમેન્ટ એડમિશન રદ્દ થવાના સાત દિવસમાં પરત કરવામાં આવે.