નવી દિલ્હીઃ કોરોના વાયરસ હવે ધીરે-ધીરે પોતાના સકંજામાં પુરૂ વિશ્વને લઇ રહ્યું છે, ત્યારે હાલ ભારતમાં પણ તેના બે પોઝિટીવ કેસ નોંધાયા છે. દિલ્હી-તેલંગણામાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ 10 ક્રૂ સભ્યોને દેખરેખ હેઠળ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી રહ્યા છે. કારણ કે, 25 ફેબ્રુઆરીએ વિયેનાથી દિલ્હી આવેલી એર ઇન્ડિયાાના એઆઇ 154 વિમાનના એક યાત્રીના સેમ્પલ પોઝિટીવ આવ્યાં હતાં.
કોરોના વાયરસ: એર ઇન્ડિયાના 10 ક્રૂ મેમ્બર સર્વેલન્સ હેઠળ, 14 દિવસ ચાલશે સારવાર
મળતી માહિતી અનુસાર, 25 ફેબ્રુઆરીની વિયેના-દિલ્હી ફ્લાઇટના ક્રૂ સભ્યોને 14 દિવસ તેમના ઘરોમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. જો આ સમયગાળા દરમિયાન તે લોકોમાં કોરોના વાયરસના કોઈપણ લક્ષણો જોવા મળશે, તો તેમને તરત જ ડૉકટર્સનો સંપર્ક કરવાનો રહેશે.
સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત એક વ્યક્તિની ઓળખ થતા આ નિર્ણય લીધો છે. મંત્રાલયે નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે, "COVID -19થી અસરગ્રસ્ત એક કેસ દિલ્હીથી અને એક તેલંગણાનો હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી અસરગ્રસ્ત વ્યક્તિ ઇટાલી ગયો હતો, જ્યારે તેલંગણાનો વ્યકિત ભૂતકાળમાં દુબઇ ગયો હતો."
મંત્રાલયને કોરોના વાયરસથી અસરગ્રસ્ત વ્યક્તિની ઓળખ થયા પછી નિર્ણય લેવામાં આવ્યો હતો કે, વિયેના-દિલ્હી એર ઇન્ડિયા વિમાનના 10 ક્રૂ સભ્યોને તેમના ઘરે 14 દિવસ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. દિલ્હીમાં જે વ્યક્તિ કોરનાથી અસરગ્રસ્ત મળી આવ્યો હતો, તે આ વિમાનમાં હતો. 25 ફેબ્રુઆરીએ, વિમાને વિયેનાથી દિલ્હીની ફ્લાઇટ લીધી હતી.