મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ સાથે મળીને અમદાવાદમાં સપ્ટેમ્બર, 2017માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાયન્સ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, 'ગત્ત અઠવાડિયે ત્રણેય પાર્ટીની બેઠક દરમિયાન, અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમાં NCPના નેતાઓને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર મુજબ મહારાષ્ટ્ર સરકાર કુલ 1.08 લાખ કરોડના ખર્ચામાંથી 5000 કરોડનો ખર્ચ ઉપાડશે' અને એકવાર સરકાર બની ગયા બાદ જ અમે કોઇ નિર્ણય પર આવીશું અને કેન્દ્ર સરકારને જણાવીશું કે, રાજ્ય સરકાર હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટના ખર્ચને ઉપાડીશું નહીં તેમજ અમે તેની સરખી રકમ અન્ય સ્કિમમાં રોકીશું તેમ NCPના સુત્રએ જણાવ્યું હતું.