ભરૂચ : આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. જેને લઇને અહેમદ પટેલના પુત્ર ફૈઝલે જાહેરાત કરી હતી કે, તેઓ સક્રિય રાજકારણમાં જોડાશે નહીં. તાજેતરમાં અહેમદ પટેલનું અવસાન થયું હતું. ત્યારબાદથી તેમના પુત્ર ફૈઝલ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. જોકે, તેણે પોતે જ આના પર રોક લગાવી છે. તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ સક્રિય રાજકારણમાં જોડાશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ તેમના પિતાના વારસાનું પાલન કરવાનું ચાલુ રાખશે. જે દલિતો અને વંચિત લોકો માટે કાર્યરત છે.
અહેમદ પટેલના પુત્ર ફૈઝલનું ટ્વીટ, કહ્યું- હું ક્યારેય રાજનીતિમાં નહી જોડાઉં - bharuch news
સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વિટ કરીને સતાવાર જાહેરાત કરી હતી કે, તે હવે ચૂંટણીમાં જોડાશે નહી. તેમજ તેઓ આરોગ્ય, શિક્ષણ અને તકનીકી ક્ષેત્રે મારી હાલની સામાજિક પહેલ પર કામ કરવાનું ચાલુ રાખશે.
અહેમદ પટેલના પુત્ર ફૈઝલની ઘોષણા - હું રાજકારણમાં પ્રવેશ કરીશ નહીં
આરોગ્ય, શિક્ષણ અને તકનીકી ક્ષેત્રે કામગીરી ચાલુ રાખશે
તેમણે ટ્વીટ કર્યું, "મેં સક્રિય રાજકારણમાં સામેલ ન થવાનું નક્કી કર્યું છે. હું આરોગ્ય, શિક્ષણ અને તકનીકી ક્ષેત્રે મારી હાલની સામાજિક પહેલ પર કામ કરવાનું ચાલુ રાખીશ. સ્વ.અહમદ પટેલનો સાચો વારસો દલિતો માટે કામ કરવાનો છે." તેને હું ચાલુ રાખીશ તેમ તેણે જણાવ્યું હતું.
Last Updated : Jan 30, 2021, 11:08 AM IST