- અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસને પડી મોટી ખોટ
- રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું
- રણદીપ સુરજેવાલાએ પણ ટ્વીટ કરી પટેલને શ્રદ્ધાંજલિ અર્પી
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટમાં જણાવ્યું કે પટેલ એક એવા સ્તંભ હતા જે સૌથી મુશ્કેલ સમયમાં પણ પાર્ટીની સાથે ઊભા રહેતા હતા. પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ પ્રત્યે પટેલની પ્રતિબદ્ધતા અને સેવા સરાહનીય હતી. રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યું, આ દુઃખનો દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના સ્તંભ હતા. કોંગ્રેસ માટે પટેલ એ પૂંજી હતા. અમે પટેલની ગેરહાજરી અનુભવીશું. ફૈઝલ, મુમતાઝ અને પરિવાર પ્રત્યે મારો સ્નેહ અને સંવેદના છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી અહેમદ પટેલના પરિવારને સાંત્વના પાઠવી