અયોધ્યા જમીન વિવાદ અંગે નિર્ણય આવવાનો સમય નજીક આવી રહ્યો છે. તે દરમિયાન કોઈ પણ હિંસા કે અનિચ્છિત બનાવ ન બને તે માટે તૈયારી કરવામાં આવી રહી છે. જોકે ઉત્તરપ્રદેશમાં કેટલાય સમયથી સૈનિકોની ટિમ તહેનાત કરવામાં આવી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠક યોજી હતી. જેમાં તેમણે ઉત્તેજક નિવેદનો ન આપવાની સલાહ આપી છે.
અયોધ્યા અંગે નિર્ણય પહેલા PMની બેઠક, ઉત્તેજક નિવેદનો ન આપવાની પ્રધાનોને સલાહ - PM ની અયોધ્યા મુદ્દે બેઠક
નવી દિલ્હીઃ અયોધ્યા જમીન વિવાદ પર આવનારા નિર્ણય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠક યોજી હતી. જેમાં તેમણે ઉત્તેજક નિવેદનો ન આપવાની સલાહ આપી છે.
rr
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાયાવિહોણાં કોઈ નિવેદન ન થવા જોઈએ. આ સાથે પીએમ મોદીએ નિર્ણય પર શાંતિ જાળવી સહયોગ આપવા અપિલ કરી છે.