કલમ 370 vs નબળી અર્થવ્યવસ્થા
ભાજપનું કહેવું છે કે, તેમણે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી છે. 70 વર્ષથી લોકોના મનમાં એક જ દ્વિધા હતી કે, જમ્મુ કાશ્મીર સંપૂર્ણ પણે ભારતમાં જોડાયેલું નથી.ત્રણ-ત્રણ પેઢી સુધી શાસન કરનારી સરકારની ક્યારેય હિમ્મત પણ નથી થઈ, એવું લાગે છે કે, દરેક ચૂંટણીમાં ભાજપ તેને મુદ્દા બનાવશે.
કોંગ્રેસ નબળી અર્થવ્યવસ્થાને લઈ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.કોંગ્રેસ શરુઆત તેનાથી કરી છે કે, આવી નબળી અર્થવ્યવસ્થાથી 5 ટ્રિલિયનની ભારતીય અર્થવ્યવસ્થા કઈ રીતે બનશે, વડાપ્રધાનના આ વચનનું શું થશે ? કોંગ્રેસ આ મુદ્દાને લઈ ચૂંટણીમાં સભાઓ ગજવી રહી છે.
પારદર્શિતા vs બેરોજગારી
ભાજપનો દાવો છે કે, તેમણે પ્રદેશમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન, નોકરીઓ ટ્રાન્સફર વખતે પારદર્શિતા લાવવા માટે તેમણે કામ કર્યું છે. આ મુદ્દા ભાજપ ચૂંટણીમાં યુવાનોને આકર્ષવા અપનાવી શકે છે.
ભાજપ શાસિત હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં બેરોજગારી સૌથી વધું છે. ભાજપ શાસિત આ રાજ્યોમાં 31.2 ટકા બેરોજગારી દર છે. કોંગ્રેસ આ મુદ્દાઓને ચૂંટણીમાં લાવશે.કોંગ્રેસ સ્નાતકોત્તર યુવાનોને 10 હજાર અને સ્નાતક બેરોજગારને 7 હજાર રુપિયા આપવાની વાત કરે છે.