શ્રીનગરઃ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, કેન્દ્ર સરકારનું પણ માનવુ છે કે જમ્મુ કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિ શરૂ થવી જોઈએ. આવી સ્થિતિમાં સ્થાનિક નેતાઓને મુક્ત કરવા તે એક સકારાત્મક પગલું છે. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરના નેતાઓને મુક્ત કરવા જરૂરી છે. જેથી સ્થાનિક લોકોના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે.
આ પહેલા ગુરુવારે તેમણે તેમના નિવાસસ્થાને એક બેઠક બોલાવી હતી. જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અલી મોહમ્મદ સાગર, અબ્દુલ રહીમ રાથર, મોહમ્મદ શફી ઉરી સહિત કેટલાય અન્ય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.