ભારતમાં બાબરી મસ્જિદને પાડી નાખતા તેના વિરોધમાં 1992માં ભીડ દ્વારા આ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારથી લઈ સિયાલકોટના આ મંદિરમાં લોકોએ જવાનું બંધ કરી દીધું હતું.
પાકિસ્તાનના સિયાલકોટમાં 72 વર્ષ બાદ હિન્દુ મંદિર ખુલ્યું - સિયાલકોટ
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પંજાબ સ્થિત સિયાલકોટ શહેરમાં એક હજાર વર્ષ જૂના હિન્દુ મંદિરને 72 વર્ષ બાદ લોકોએ ફરી એક વાર દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ધારોવાસ સ્થિત આવેલું આ શિવાલય તેજ સિંહ મંદિરનું નિર્માણ સરદાર તેજા સિંહે કરાવ્યું હતું અને વિભાજન વખતે આ મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું.
temple
એક ખાનગી રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના આદેશ બાદ આ કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ અંગે સરકારનું પણ કહેવું છે કે, આ મંદિરના જીર્ણોદ્ધારનું કામ જલ્દીમાં જલ્દી શરૂ કરવામાં આવશે.