ચૂંટણી પરિણામ પર ખુર્શીદનો કટાક્ષ- 'મોદી લહેરમાં બધા વહી ગયા ફ્કત અમે બચી ગયા' - politics
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની મળેલી શર્મજનક હાર બાદ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે મોટું નિવેદન આપ્યું છે. જેને કારણે રાજકારણ ગરમાયું છે. તેઓએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સામે કોઈ ટકી શક્યું નહી, તેમજ મોદીની સુનામી સામે બધા જ વહી ગયા ફક્ત અમે બચી ગયા.
નવી દિલ્હી
2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની મળેલી શર્મજનક હાર બાદ ખુર્શીદનું આ નિવેદન ખુબ જ મહત્વ ધરાવે છે. તેઓએ આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાને નામંજૂર કર્યા બાદ પણ તેઓના ઉત્તરાઘિકારી બનવાને લઈને ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે, ફરુખાબાદથી 2009માં સાંસદ તરીકે ચૂંટાયેલા ખુર્શીદને 2014 અને 2019માં હારનો સામનો કરવો પડ્યો હતો. 2019ની ચૂંટણીમાં ખુર્શીદને લગભગ 55258 મત મળ્યા હતા.