નવી દિલ્હી: કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે કોંગ્રેસની કાર્ય સમિતિ (CWC)ની બેઠક બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદ સાથે વાતચીત કરી અને તેમને આશ્વાસન આપ્યું કે, તમારી ફરિયાદ સાંભળવામાં આવશે.
સોનિયાનું આઝાદને આશ્વાસન, કહ્યું- તમારી ફરિયાદ સાંભળીશું - ગુજરાતીસમાચાર
કોંગ્રેસની કાર્ય સમિતિની બેઠક બાદ સોનિયા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદ સાથે વાતચીત કરી અને તેમને આશ્વાસન આપ્યું કે, તમારી ફરિયાદ સાંભળવામાં આવશે.
કોંગ્રેસની કાર્ય સમિતિ
પાર્ટીની બેઠક બાદ કપિલ સિબ્બલ, મનીષ તિવારી, મુકુલ વાસનિક, આનંદ શર્મા અને શશિ થરુર સહિત કેટલાક કોંગ્રેસી નેતા આઝાદના ધરે આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આઝાદે આ પહેલા ટ્વીટ કરી કહ્યું હતુ કે, કેટલાક કોંગ્રેસીઓ કહ્યું કે, અમે ભાજપના ઈશારા પર બધું કર્યું છે અને તે સંદર્ભમાં મેં કહ્યું હતું કે, 'સૌથી દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક સાથીઓએ (CWCની બહાર) અમારા પર ભાજપની સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો હતો અને જો તે લોકો આ આરોપ સાબિત કરે તો હું રાજીનામું આપીશ.