આ અવસર પર સિમરત કૌર બાદલે કહ્યું કે, તેમણે વડાપ્રધાન મોદી પાસે આ બાબતે ચર્ચા કરી હતી.
અફઘાન શિખે CAA માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો - શિરોમણિ અકાલી દળ
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ હવે નાગરિકતા સંશોધન કાયદો બની ગયો છે. જે બાદ સમગ્ર દેશમાં આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.આ દરમિયાન 3 દાયકાથી અફગાનિસ્તાનથી આવેલા સિખ પ્રવાસિઓએ સરાકરનો આભાર માન્યો છે. શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલથી મુલાકાત કરી હતી. તેમણે આ નિર્ણયને અને ભારતના નાગરિકતા બરાબર અધિકાર આપવા માટે ભારત સરકારનો આભાર માન્યો હતો.
અફગાન સિખે CAA માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો
તેમના મુજબ પાકિસ્તાન અને બાંગ્લાદેશ ક્યારે ભારતનો જ ભાગ હતો. તેમણે CAA માં અફગાનિસ્તાનના સિખોનો સમાવેશ કરવા માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
સુખબીર સિંહ બાદલે કહ્યું કે,જો પંજાબ સરકારે આ અધિનિયમને લાગૂ ન કર્યો તો તે અને તેમની પાર્ટી વિરોધ કરશે. ત્યારે હરસિમરત કૌરે કહ્યું કે, કોંગ્રેસ આ કાયદાને લઇ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.
Last Updated : Dec 21, 2019, 7:26 AM IST