ભુવનેશ્વરઃ આજે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે. જોકે 2500 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે ભગવાન નિજ મંદિરની બહાર નીકળ્યા છે અને ભક્તો તેમના ઘરમાં છે. કોરોનાની મહામારીને કારણે લોકોને રથયાત્રામાં નહીં જોડાવા અને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.
ઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રા નિકળી છે. સુપ્રીમ કોર્ટે યાત્રાની મંજૂરી આપી સુપ્રીમ કોર્ટે જાહેર કરેલા દિશાનિર્દેશ
- રથયાત્રા દરમિયાન પુરી શહેરમાં રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ બંધ રહેશે
- રાજ્ય સરકાર શહેરમાં કર્ફયુ લગાવશે.
- કર્ફયૂ દરમિયાન કોઈપણને તેમના ઘર બહાર આવવાની પરવાનગી નથી.
- રથ ખેચવામાં 500થી વધુ લોકો સામેલ થઈ શકશે નહી.
- 500 પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
- બંને રથ વચ્ચે એક કલાકનો સમય રાખવામાં આવશે.
- રથ ખેંચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરુરી રહેશે.
- ભગવાન જગ્ગનાથની રથ યાત્રાની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. કોર્ટના આદેશ મુજબ 500થી વધુ લોકોને રથ ખેચવાની પરવાનગી નથી.
- ઓડિશામાં રથયાત્રા શરુ થઈ ચૂકી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે.
- કોરોના મહામારીને ધ્યાને રાખી રસ્તાઓને સેનિટાઈઝર કરાયા છે.
- મંદિરને ફુલોથી શણગારવામાં આવી રહ્યું છે. જે લોકોને યાત્રામાં સામેલ થવાની પરવાનગી મળી છે તે લોકો જ મંદિરે આવી રહ્યા છે.
- ઓડિશાના મશહુર રેત કલાકાર સુદર્શન પટનાયકે રેતથી કલાકૃતિ બનાવી
- યાત્રા શરુ થયા પહેલા ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્ર રથ પર સવાર થઈ રહ્યા છે.
ઓડિશાના મશહુર રેત કલાકાર સુદર્શન પટનાયકે રેતથી કલાકૃતિ બનાવી મંદિર બહાર આવ્યા ભગવાન જગન્નાથ