હાવડા-મુંબઈ ટ્રેનમાંથી પોલીસે 33 બાળકોનું રેસ્ક્યુ કર્યું છે. આરોપી યુવક જાકિર હુસૈનની સ્થળ પરથી ધરપરડ કરાઈ છે.
મહિલા વકીલે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં સમગ્ર ઘટના વિસ્તારપૂર્વક જણાવી છે.
33 બાળકોને માનવ તસ્કરીના ચંગુલમાંથી બચાવનાર મહિલાને સલામ વ્યવસાયે વકીલ સ્મિતા પાંડે ટ્રેનથી રાજનાંદગાંવ તરફ આવી રહી હતી. આ દરમિયાન તેમણે બાળકોને ટ્રેનમાં જોયા. જે તેમને શંકાસ્પદ લાગ્યું.
સ્મિતાએ જણાવ્યું કે સફર દરમિયાન એક યુવક બાળકોને લઈ જઈ રહ્યો હતો અને સ્મિતાએ બાળકો અંગે પૂછપરછ કરતા તે યોગ્ય જવાબ ન આપી શક્યો. વળી, બાળકો સંબંધિત કોઈ દસ્તાવેજ પણ તેની પાસે નહોતા. ત્યારબાદ સ્મિતાએ આ વાતની જાણકારી ટીટીને પણ આપી, પરંતુ તેમની કોઈ મદદ મળી નહી. ઘટના શંકાસ્પદ લાગતા સ્મિતાએ રિટાયર્ડ આઈપીએસ અધિકારીને ફોન લગાવ્યો અને તેને ઘટનાની સંપૂર્ણ જાણકારી આપી. ત્યારબાદ અધિકારીની મદદથી રેલવે પોલીસ સહિત અન્ય સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી. અંતે રાજનાંદગાંવ રેલવે સ્ટેશન પર આ બાળકોને યુવકની ચંગુલમાંથી છોડાવી લેવાયા. આ માનવ તસ્કરીની બાબત હોવાનું સ્મિતાએ જણાવ્યું છે.
શું છે ઘટના?
મુંબઈ હાવડા ટ્રેનથી બિહારના પીરપૈંતીના મદરસાથી 33 બાળકોને જાકિર હુસૈન નામનો યુવક કથિત રીતે ઉર્દૂ ભણાવવા માટે મહારાષ્ટ્ર લઈને જઈ રહ્યો હતો. પરંતુ યુવક પાસે તેનું પોતાના ઓળખકાર્ડ સહિત બાળકોના કોઈ દસ્તાવેજ હાજર નહોતા. બાળકોની ઉંમર 10 વર્ષથી ઓછી છે. પોલીસે આ ઘટનામાં આરોપી યુવક જાકિર હુસૈનની ધરપકડ કરી છે. સાથે જ બાળકને બાળ કલ્યાણ સમિતિને સોંપી દેવાયા છે. પોલીસ હવે ઘટનામાં આરોપી દ્વારા બાળકોને કયા કારણોસર મહારાષ્ટ્ર લઈ જવાઈ રહ્યાં હતા તેની તપાસ કરી રહી છે. તેમજ બાળકોના પરિવારજનો સાથે સંપર્ક કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.