સૌથી પહેલા નકારાત્મક પાસુ
મુક્ત વેપાર કરાર લાગુ પડ્યા બાદ ખાસ કરીને ટ્રેડિંગ પાર્ટનર સાથે ભારતનું વ્યાપાર સંતુલન બગડે છે. આર્થિક સર્વેક્ષણ 2017-18ના રોજ ભારત દ્વારા હસ્તાક્ષરિત મુક્ત વ્યાપાર કરારના પ્રભાવનું વિશ્લેષણ કર્યું હતું. નીતિ આયોગ દ્વારા હાલના એફટીએના મુલ્યાંકનમાં ધ્યાનાર્હ્ય છે. સર્વેક્ષણમાંથી બહાર આવેલા તારણો મુજબ એક એફટીએની સરેરાશ કુલ વ્યાપારમાં લગભગ ચાર વર્ષોમાં લગભગ 50 ટકાની વૃદ્ધિ કરવાનો છે. પણ વ્યાપાર સંતુલનની ગુણવત્તા ખાસ કરીને ભારત માટે ખરાબ સાબિત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારત માટે વ્યાપાર ખોટ ખાવા બરાબર છે.
આસિયાન ભારતનું સૌથી મોટુ વ્યાપારિક ભાગીદોરમાંનું એક છે. આસિયાન સાથે વ્યાપાક આર્થિક સહયોગ કરાર 1 જાન્યુઆરી 2010થી શરુ થાય છે. ત્યાર બાદ 2009-10માં દ્વિપક્ષીય વ્યાપાર 43 બિલિયન ડૉલરથી વધીને 2018-19માં 97 બિલિયન ડૉલર થઈ ગયું. પણ આસિયાનની સાથે ભારતનો વ્યાપાર ખોટમાં ડબલ થતો જાય છે. જે 2009-10માં 8 બિલિયન ડૉલરથી વધીને 2018-19માં 22 બિલિયન ડૉલરથી પણ વધુ થઈ ગયો છે.
આવું એટલા માટે બન્યું કે, ભારત નિકાસની સરખામણીએ આસિયાનમાંથી આવકની માત્રા વધી રહી છે. જ્યાં સુધી એફટીએની વાત છે- ભારત, આસિયાનની વચ્ચે 21 ક્ષેત્રમાંથી 13 વ્યાપાર સંતુલન ખરાબ થયા છે. આ વ્યાપાર ક્ષેત્રમાં જેનું નુકશાન થયું છે તેમાં કાપડ, રસાયણ, વનસ્પતિ ઉત્પાદન, ધાતુ, રત્ન અને આભૂષણ સામેલ છે. વ્યાપારિક ક્ષેત્રોમાં સુધાર એટલું પણ સહેલુ નથી કે આ ખોટની ભરપાઈ થઈ શકે.
ભારત સાથે વ્યાપાર સંતુલન પર મોટા ભાગે પ્રાધાન્ય વ્યાપાર કરારનો પ્રભાવ અલગ નથી. ભારત કોરિયા વચ્ચે સીઈપીએ પણ 1 જાન્યુઆરી 2010નો પ્રભાવ જોવા મળે છે. ત્યારથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર 12 બિલિયન ડૉલરથી વધીને 21.5 બિલિયન ડૉલર થઈ ગયું છે. ફરી વખત પણ જોઈએ તો, નિકાલની તુલના આવકની સરખામણીએ વધ્યું છે. પરિણામ સ્વરુપ, કોરિયાની સાથે ભારતનું વ્યાપાર ખોટ લગભગ ત્રણગણુ થઈ ગયું છે. જે 2009-10માં 5 બિલિયન ડૉલરથી વધીને 12 બિલિયન 2018-19માં થઈ ગયું.
ભારત-જાપાન સીઈપીએ 1 ઓગસ્ટ 2011થી લાગૂ થઈ ગયું છે. ત્યાર બાદ ભારતની વ્યાપારિક ખોટ વાસ્તવમાં ભારતને વિશ્વભરમાં વ્યાપાર ખોટની તુલનામાં અનેક ગણું વધી રહ્યું છે.
એકમાત્ર અપવાદ જ્યાં એક પ્રાધાન્ય વ્યાપાર કરારે ભારત માટે વ્યાપારની ગુણવત્તામાં સુધારો કર્યો છે. વ્યાપારિક કરારના માધ્યમથી સાફ્ટા છે જે 1 જાન્યુઆરી 2006થી ચાલુ છે. 2005-06થી 2018-19 સુધી સાફ્ટા અર્થવ્યવસ્થાઓ સાથે ભારતનો વ્યાપાર 4 બિલિયન ડૉલરથી વધીને 21 બિલિયન ડૉલર થઈ ગયું છે.
હાલના FTA નું સેક્શન
ભારતનું વ્યાપાર સંતુલન પોતાના એફટીએના ભાગીદારો સાથે ખરાબ થતું જાય છે. કારણ કે, ભારતીય રોકાણકારો પ્રાધાન્ય મુલ્ક માર્ગોનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે. વાસ્તાવમાં એફટીએના માધ્યમથી ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારની ટકાવારી ઘણી ઓછી થઈ ગઈ છે. એશિયન બેન્ક ડેવલપમેન્ટના અનુસાર એફટીએના ઉપયોગ દરમાં 25 ટકાનો ઘટાડો થયો છે, જે એશિયામાં સૌથી ઓછુ છે.
હાલના FTAનું ઓછા થવાનુ કારણ ભારતીય રોકાણ ક્ષેત્રમાં ઓછી ક્ષમતાને કારણે વિખેરાયેલુ છે. જેના કારણે મૂળ દેશના માપદંડોના જટિલ નિયમોની ખાતરી લગાવવા માટે આવશ્યકતાની જાણ થતી નથી. રોકાણકાર સામાન્ય માર્ગને વધારે પસંદ કરે છે. મૂળ દેશોના કઠોર નિયમો ઉપરાંત, દોષપૂર્ણ પ્રતિબધ્ધતાઓ અને જાગૃતતાની ખામી પણ મહત્ત્વનું કારણ છે. જે 1 ઓગસ્ટ 2011ના લાગુ થયું, ભારત-જાપાન વ્યાપક આર્થિક ભાગીદારી કરારનું એક વિશ્લેષણ છે. જે ભારતીય આર્થિક અનુસંધાન પરિષદના શોધકર્તા અર્પિતા મુખર્જી, અંગના પરાશર શર્મા અને સોહમ સિન્હા અને ઈન્ડિયાન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ ફાઈનાન્સના પૉલ દ્વારા કરવામાં આવ્યું છે. જે ઘણુ વ્યાવહારિક છે.
જાપાન જો કે, એક મુખ્ય વૈશ્વિક પરિધાનના આયાતકારોમાંનો એક છે. એ દર્શાવે છે કે, કેવી રીતે ભારતીય રોકાણકારોમાં શૂન્ય ટેરિફ હોવા છતાં પણ તેના મોટા બજારનો ભાગ ન બની શક્યો. ભારત-જાપાન વચ્ચે થયેલા આર્થિક ભાગીદારના કરાર અંતર્ગત બંને દેશો વચ્ચે પરિધાનો પર શુન્ય કર છે. તેમ છતાં પણ જાપાન હજુ પણ ભારતની સાથે મુખ્ય પરિધાન નિકાસ બજારોમાંથી એક નથી.
જાપાન માટે પરિધાન નિકાસ અમુક સમય માટે શરુઆતના સમયમાં સ્થિર હતું. જો કે, જાપાન પરિધાનમાં અપેક્ષાકૃત મોટુ અને સકારાત્મત વ્યાપાર સંતુલન બન્યું છે. જાપાની બજાપમાં ભારતની ભાગીદારી માંડ માંડ 0.09 ટકા છે. ભારતના હરીફમાં ચીનની સૌથી મોટી ભાગીદારી 6.46 ટકા છે. ત્યાર બાદ વિયતનામ(1.17 ટકા) અને બાંગ્લાદેશની 0.34 ટકા છે.