ગુજરાત

gujarat

ETV Bharat / bharat

16મી સુધીમાં ચોમાસું અંદમાન-નિકોબાર પર પહોંચે એવી સંભાવના

ચોમાસુ સામાન્ય રીતે આશરે 16થી 20 મે ની આસપાસ આંદામાન-નિકોબાર આઇલેન્ડ પર પહોંચે છે. ગયા મહિને તેના આગમનની સંભવિત તારીખમાં સુધારો કરીને 22 મે કરવામાં આવી હતી. આઇએમડીએ જણાવ્યું હતું કે, ચોમાસુ બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતને કારણે સામાન્ય તારીખથી આશરે 6 દિવસ પહેલા 16 મેની આસપાસ આંદામાન-નિકોબાર આઇલેન્ડ પહોંચવાની સંભાવના છે.

By

Published : May 13, 2020, 11:40 PM IST

etv bharat
16 મેના રોજ ચોમાસું અંદમાન-નિકોબાર આઇલેન્ડ પહોંચવાની સંભાવના

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ કહ્યું છે કે, બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતને કારણે ચોમાસુ સામાન્ય તારીખથી આશરે 6 દિવસ પહેલા 16 મેની આસપાસ અંદમાન-નિકોબાર આઇલેન્ડ પર પહોંચવાની સંભાવના છે.

ચોમાસું સામાન્ય રીતે આશરે 20 મેની આસપાસ આંદામાન-નિકોબાર આઇલેન્ડ પર પહોંચે છે. ગયા મહિને તેના આગમનની સંભવિત તારીખમાં સુધારો કરીને 22 મે કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details