ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢના 101 લોકો નિઝામુદ્દીન તબલીઘી જમાતમાં સામેલ હતા, વહીવટી તંત્ર એક્શન મોડમાં... - નિઝામુદ્દીન

છતીસગઢના કુલ 101 લોકો તબલીઘી જમાતમાં સામેલ થયા હતા. જેમાંથી 36 લોકોને હાલમાં આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 32 લોકોને ક્વોરોન્ટાઇન હેઠળ રખાયા છે.

101 લોકો નિઝામુદ્દીન તબલીધી જમાતમાં સામેલ હતા, વહીવટી તંત્રએ લીધા પગલા
101 લોકો નિઝામુદ્દીન તબલીધી જમાતમાં સામેલ હતા, વહીવટી તંત્રએ લીધા પગલા

By

Published : Apr 1, 2020, 10:42 AM IST

રાયપુર : છતીસગઢમાં તબલીધી જમાતના 32 સભ્યોને ક્વોરેન્ટાઇન અને 69 સભ્યોને આઇશોલેશનમાં ખસેડવામાં આવ્યા છે. આ તકે આ તમામ પર સ્વાસ્થ્ય વિભાગ દેખરેખ રાખી રહ્યું છે.

જણાવી દઇ એ કે નવી દિલ્હીના નિઝામુદીનમાં તબલીઘી જમાતના મરકજમાં સામેલ સભ્યોમાંથી કેટલાક સભ્યોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાની સાથે જ રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે. આ સભ્યોમાં મરકજમાં છતીસગઢના 101 લોકો સામેલ થયા હતા, જેમાંથી તમામ લોકોની ઓળખાણ કરી રાજ્ય સરકાર તરફથી સ્વાસ્થ્ય વિભાગ તેનુ પરીક્ષણ કરશે. પરીક્ષણના આધાર પર પુરી સતર્કતા દાખવતા તે તમામને ક્વોરોન્ટાઇન અને આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details