નવી દિલ્હી/નોએડા : 10મી વાર નોએડા પહોંચેલા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગૌતમબુદ્ધ પોલીસ કમિશ્નર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ. આ દરમિયાન પોતાના સંબોધનમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, પોલીસના આદ્યુનિકરણ પર સતત યૂપી સરકાર કાર્યશીલ છે. યૂપી સરકારની પ્રાથમિકતા સુરક્ષિત માહોલ આપવાની છે. સાથે જ તેમણે નોએડા ન આવવા સંદર્ભે કહ્યું કે, ઈતિહાસને બાજુમા મુકી નોએડા પહોંચ્યો છુ.
CM યોગીએ કમિશ્નર કચેરીનું કર્યુ ઉદ્ઘઘાટન, કહ્યુ, વિકાસનો કોઈ વિકલ્પ નથી
મુખ્યપ્રધાને કહ્યું કે, નોએડામાં મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે, તેમને સારી પેટ્રોલિંગ સુરક્ષાનો માહોલ આપવાનો પ્રયત્ન કરવો છે. ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, પ્રશાસન પોલીસ એક સાથે મળીને કામ કરશે તો તેનું સારૂ પરિણામ મળશે.
મુખ્ય પ્રધાન આદિત્યનાથે કહ્યું કે, ગોરખપુરમાં 1998માં સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યો. 1998થી 2020 સુધી કોઈ કિશોરી, વ્યાપારી, ઉદ્યોગપતિનું અપહરણ નથી થયુ. વિકાસનો કોઈ વિકલ્પ ન હોઈ શકે. વિકાસ માટે યુવા પેઢીને તૈયાર કરો. હજુ આપણે ઘણા સુધારા કરવાના છે. 23 કરોડ નાગરિકોના સમૃદ્ઘિ માટે જે પણ પગલાં લેવા પડશે તેમા અમે કોઈ સંકોચ નહીં કરીએ. તેમણે ઉમેર્યુ કે, નોએડામાં મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે. તેમને યોગ્ય પેટ્રોલિંગ થકી સુરક્ષાનો માહોલ ઉપલ્બ્ધ કરાવવા આપણે પ્રયત્ન કરવાનો છે. ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને પ્રશાસન સહિત પોલીસે એકજૂઠ થઈને કામ કરવાનું છે. જેથી યોગ્ય પરિણામ મળશે.