વર્લી સીટ શિવસેનાની સુરક્ષિત સીટ છે. 2014માં આ સીટ પરથી શિવસેનાના સુનીલ ગોવિંદ શિંદે જીત્યા હતા. આદિત્ય શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના દિકરા અને પાર્ટી સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેના પૌત્ર છે.
મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવારની શાનદાર ઓપનિંગ, 67 હજાર મતથી આદિત્ય જીત્યા
મુંબઈ: મહારાષ્ટ્રની વર્લી સીટથી ઠાકરે પરિવારના આદિત્ય ઠાકરેએ જીત મેળવી છે. આદિત્યએ એનસીપીના સુરેશ માનેને 67427 મતથી હરાવ્યા છે. આદિત્ય ઠાકરેને 69 ટકા મત મળ્યા છે. આદિત્યને કુલ 89248 મત મળ્યા છે.
aditya thackeray wins from worli
આપને જણાવી દઈએ કે, શિવસેનાની સ્થાપના 1966માં થઈ હતી. બાળા સાહેબ ઠાકરેએ પાર્ટીને ઊભી કરી છે. પણ તેમણે ક્યારેય ચૂંટણી લડ્યા નથી. તેમના દિકરા ઉદ્ધવ ઠાકરેએ પણ ક્યારેય ચૂંટણી લડ્યા નથી. જો કે, આ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે પરંપરા તોડી નાખી છે.