આદિત્ય ઠાકરેએ મુંબઈની વર્લી સીટ પરથી આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. અહીં તેણે પોતાની કુલ સંપતિનું વિવરણ આપ્યું હતું. આદિત્ય ઠાકરે પાસે લગભગ 11 કરોડથી પણ વધુની સંપતિ છે.
મહારાષ્ટ્ર ચૂંટણી: જાણો ઠાકરે પરિવારના 'આદિત્ય'ની કેટલી છે સંપતિ !
મુંબઈ: 53 વર્ષનાં ઈતિહાસમાં મહારાષ્ટ્રે અનેક રાજકીય ઉથલપાથલ જોઈ છે. પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં ધાક જમાવતા ઠાકરે પરિવારના સભ્યો ક્યારેય ચૂંટણી લડ્યા નથી. પરંતુ આ વખતે પ્રથમવાર આ પરંપરા તોડી ઠાકરે પરિવારમાંથી ઉદ્ધવ ઠાકરેના દિકરા આદિત્ય ઠાકરેએ ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. વિશાળ જનમેદની સાથે એક રોડ શૉ કરી વર્લી બેઠક પરથી આદિત્ય ઠાકરે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતાં. ઉમેદવારી પત્ર ભરતી વેળાએ આદિત્ય ઠાકરેની કુલ સંપતિની પણ જાણકારી આપી હતી.
maharashtra election 2019
આદિત્ય ઠાકરે ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરતી વેળાએ આપેલા એફીડેવીટમાં જણાવ્યા પ્રમાણે 30 હજાર રોકડા છે. જ્યારે 10 કરોડ 36 લાખ રુપિયા બેન્કમાં જમા છે. લગભગ 20 લાખની આસપાસનું રોકાણ છે. તેમની પાસે BMWની એક કાર પણ છે, જેની કિંમત 6 લાખ છે. ઉપરાંત આદિત્ય પાસે 64 લાખ 64 હજારની જ્વેલરી પણ છે.
આદિત્ય પાસે બેન્કની કોઈ લૉન બાકી નથી અને તેઓ કોઈ ગુનાહિત કેસમાં સંડોવાયેલા નથી. આ તમામ જાણકારી તેમણે પોતાના એફીડેવીટમાં જણાવી છે.
Last Updated : Oct 3, 2019, 5:23 PM IST