મહારાષ્ટ્રમાં બાળા સાહેબ ઠાકરેના સમયથી ચાલી આવતી મહારાષ્ટ્રની રાજનીતિમાં હવે આ પરિવારે સીધું ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. શિવસેના અને ભાજપ વચ્ચે સીટ વહેંચણીની રાહ જોઈ રહેલી શિવસેનાએ રવિવારના રોજ અમુક ઉમેદવારોને ફોર્મની પણ વહેંચણી કરી દીધી છે.
મહારાષ્ટ્ર ચૂંટણી: પ્રથમવાર ઠાકરે પરિવારમાંથી આદિત્ય ઠાકરે વર્લી બેઠક પરથી ચૂંટણી લડશે - Aditya Thackeray to contest Assembly polls
મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની 288 સીટ પર ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત સ્થાનિક પાર્ટી શિવસેના પણ મહત્ત્વની ભૂમિકામાં હશે. મહારાષ્ટ્રના રાજકારણની વાત કરીએ 53 વર્ષમાં પહેલી વાર ઠાકરે પરિવાર પણ આ વખતે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. ઠાકરે પરિવારમાંથી આ વખતે ઉદ્ધવ ઠાકરેના દિકરા આદિત્યા ઠાકરે આ વખતે ચૂંટણી મેદાનમાં ઝંપલાવવા જઈ રહ્યા છે.
![મહારાષ્ટ્ર ચૂંટણી: પ્રથમવાર ઠાકરે પરિવારમાંથી આદિત્ય ઠાકરે વર્લી બેઠક પરથી ચૂંટણી લડશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4600238-thumbnail-3x2-l.jpg)
Aditya Thackeray contest election
આમ જોવા જઈએ તો ચૂંટણી ઉતરવાની આદિત્યની ઈચ્છા લોકસભા ચૂંટણીથી ચાલી આવતી હતી. પણ વિધાનસભા ચૂંટણી પહેલા જ્યારે તેઓ પ્રચારમાં જોડાયા તો આ વાત પર મોહર લાગી ગઈ.
આપને જણાવી દઈએ કે, આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રના વર્લી સીટ પરથી ચૂંટણી શકે છે, જો કે, આ અંગે નામ પણ ફાઈનલ થઈ ગયા છે. બસ ઔપચારિક જાહેરાત થવાની બાકી છે.
Last Updated : Sep 30, 2019, 6:01 PM IST