ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, કંઇક એવુ કહ્યું કે... - વિજિલન્સ કમિશ્નર

કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી વિનંતી કરી છે કે ચીફ વિજિલન્સ કમિશ્નર (સીવીસી) અને વિજિલન્સ કમિશ્નર (વીસી ની નિંમણૂક પર પુનર્વિચારણા કરવામાં આવે અને એક કમિટીનું પુનર્ગઠન કરવામાં આવે.

અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાનને લખ્યો પત્ર
અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાનને લખ્યો પત્ર

By

Published : Mar 9, 2020, 6:29 AM IST

નવી દિલ્હી : કોંગી નેતા અધિર રંજન ચૌધરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ચીફ વિજિલન્સ કમિશ્નર (સીવીસી) અને વિજિલન્સ કમિશ્નર (વીસી)ની નિંમણૂક પર પુનર્વિચારણા કરીને સંજય કોઠારીને વિજિલન્સ કમિશ્નર પદ પર નિયુક્તિ કરવાની વિનંતી કરી છે.

કોંગ્રેસ નેતાએ પત્રમાં કહ્યું કે ચીફ વિજિલન્સ કમિશ્નર (સીવીસી) અને વિજિલન્સ કમિશ્નર (વીસી)ની નિંમણૂક પર ફરીથી વિચાર કરવો જોઇએ અને એક સર્ચ કમિટીનું પુનર્ગઠન કરવુ જોઈએ.

તેઓએ વધુમાં કહ્યું કે સંજય કોઠારીએ ચીફ વિજિલન્સ કમિશ્નર પદ માટે અરજી કરી નથી કે સર્ચ કમિટી દ્વારા તેમના નામ પર વિચાર વિમર્શ પણ ક્યારેય કરવામાં આવ્યો નથી. તેઓએ ક્યારેય સીવીસી તરીકે નિયુક્તિ માટે સંમતિ આપી ન હતી.

ABOUT THE AUTHOR

...view details