નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એક મોટા ફેરફારની જાહેરાત કરી છે. હવે દિલ્હી ભાજપ અધ્યક્ષપદેથી મનોજ તિવારીને હટાવી દેવામાં આવ્યાં છે. આ સાથે જ આદેશ કુમાર ગુપ્તાને દિલ્હી ભાજપની કમાન સોંપવામાં આવી છે. આ અંગે પાર્ટીના મહાસચિવ અરૂણસિંહે સત્તાવાર જાહેરાત કરી હતી.
ભાજપમાં મોટો ફેરફાર, દિલ્હીમાં મનોજ તિવારીની હાકલપટ્ટી, આદેશ ગુપ્તા નવા અધ્યક્ષ - લૉકડાઉન
દેશમાં કોરોના સંકટ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એક મોટા ફેરફારની જાહેરાત કરી છે. હવે દિલ્હી ભાજપ અધ્યક્ષપદેથી મનોજ તિવારીને હટાવી દેવામાં આવ્યાં છે. આ સાથે જ આદેશ કુમાર ગુપ્તાને દિલ્હી ભાજપની કમાન સોંપવામાં આવી છે. આ અંગે પાર્ટીના મહાસચિવ અરૂણસિંહે સત્તાવાર જાહેરાત કરી હતી.
દિલ્હીમાં મનોજ તિવારીની હકાલપટ્ટી આદેશ ગુપ્તા નવા અધ્યક્ષ
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મનોજ તિવારી લૉકડાઉન તોડીને પોતાના સમર્થકો સાથે દિલ્હીના રાજઘાટ પર પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. સોમવારે રાજઘાટ પર પ્રદર્શન માટે પહોંચેલા મનોજ તિવારીને પોલીસે અટકાયત કરી હતી. લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘન માટે મનોજ તિવારીની અટકાયત કરાઇ હતી.
મહત્વનું છે કે, દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં દિલ્હીમાં ભાજપને આમ આદમી પાર્ટી સામે કારમી મળી હતી.