મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોરોના મહામારી સામે લડવું મુશ્કેલ છે. પરતું તેને લઇને તણાવ લેવાની જરૂર નથી. કારણ કે, અમે વધારાની સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે તૈયાર છીએ.
તેમણે જણાવ્યું કે મેં ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી સાથે વાત કરી હતી. તેમણે તૈયારી માટે (ઘરેલું ઉડાન શરૂ કરવા) માટે વધુ સમય માંગ્યો હતો. અમે કહી નહી શકીએ કે, લોકડાઉન 31 મે સુધીમાં સમાપ્ત થઈ જશે. પરંતુ અમે કેવી રીતે આગળ વધવું તે જોઈ રહ્યા છીએ. આવનાર સમય મહત્વપૂર્ણ છે કારણ કે, વાયરસ ઝડપથી વધી રહ્યો છે. હું તબીબી સમુદાયને ખાતરી આપવા માંગું છું કે, અમે તેમની સાથે છીએ.