ચૂંટણી પરિણામો પછી વડાપ્રધાન મોદીનું પહેલુ સંબોધન - HARYANA ASSEMBLY ELECTION
નવી દિલ્હી: હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. આ પરિણામો સ્પષ્ટ થયા પછી વડાપ્રધાન મોદી કાર્યકરો વચ્ચે પહોંચ્યા હતાં. પરિણામો બાદ વડાપ્રધાન મોદીનું આ પહેલુ સંબોધન છે.
ચૂંટણી પરિણામો પછી વડાપ્રધાન મોદીનું પહેલુ સંબોધન
PM મોદીએ પોતાની સ્પીચમાં કહ્યું હતું કે, 'દિવાળી પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાએ અમારા સાથીઓ પ્રત્યે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે , આર્શિવાદ આપ્યા છે તે માટે હું તેમનો અંત:કરણપૂર્વક અભિનંદન પાઠવું છું. '
- વડાપ્રધાન મોદીના સંબોઘનની મહત્વની વાત...
- ભાજપ અને શિવસેનાએ મળીને 5 વર્ષ સુધી મહારાષ્ટ્રમાં સ્થિર શાસન આપ્યુ છે. આ ગઠબંધનને મહારાષ્ટ્રની જનતાએ સ્વીકાર્યુ છે.
- 2014 પહેલા અમારી આવી સ્થિતિ હતી. એવી સ્થિતિમાં જે પ્રકારે અમારી ટીમ પાસે પાંચ વર્ષ સુધી માત્ર બે બહુમતી હતી.
- તેમ છતાં પાંચ વર્ષ કામ કર્યા પછી હરિયાણા ભાજપને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે.
- જે લોકો હરિયાણાની રાજનીતિ જાણે છે એમને ખબર છે કે, કોઈ પણ દળ સાથે અમારે સમજૂતી કરવાની હોય તો તે પણ તે પાર્ટીની ટર્મ અને કન્ડીશન પર કરવી પડતી. અમારે માત્ર પ કે 10 બેઠકો પર લડવુ પડતું.
- મહારાષ્ટ્રમાં સતત 5 વર્ષ સુધી એક પણ મુખ્યપ્રધાન સેવા નથી આપી શક્યા.
- હરિયાણામાં અમારો અભૂતપૂર્વ વિજય થયો છે. કેમ કે અત્યારના સમયમાં પાંચ વર્ષ પૂર્ણ કરી ફરી જીતવાની ઘટનાઓ ખુબ ઓછી બને છે. આવા વાતાવરણમાં બીજીવાર સૌથી મોટા દળ તરીકે જીતીને આવવું અને લોકોનો વિશ્વાસ તેમજ આર્શીવાદ પ્રાપ્ત કરવો એ મોટી વાત છે.
- મહારાષ્ટ્ર અને હરિયાણા ભાજપના તમામ પદાધિકારીઓ, કાર્યકર્તાઓને લોકોનો વિશ્વાસ જીતવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.
- મહારાષ્ટ્રમાં ગત વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત નહોતો મળ્યો. હરિયાણામાં માત્ર બે બેઠકો પર બહુમતી મળી હતી. તેમ છતાં આ બંને રાજ્યોના મુખ્યપ્રધાનો સૌને સાથે રાખી રાજ્યની સતત સેવા કરતા રહ્યાં. તેના પરિણામે જનતાના આર્શિવાદ મળ્યા છે.