નવી દિલ્હીઃ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના કાકાને અજાણ્યા લોકોએ છરી બતાવીને લૂંટ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે રોષ વ્યક્ત કરતાં પ્રિયંકાની કઝીન મીરા ચોપડાએ ટ્વીટ કરીને દિલ્હી પોલીસ અને અરવિંદ કેજરીવાલને માહિતી આપી છે. આ સાથે તેમણે દિલ્હીના કાયદો અને વ્યવસ્થા ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા.
મળતી માહિતી મુજબ, મંગળવારે મીરા ચોપડાએ એક ટ્વિટ કર્યુ હતું. જેમાં તેણે લખ્યુ હતું કે, તેના પિતા મંગળવારે સવારે પોલીસ કોલોની પાસે ફરતા હતા. તે જ સમયે, સ્કૂટર સવાર બે છોકરાઓ આવ્યા અને તેમને અટકાવ્યા. તેમને છરીઓ બતાવી તસ્કરો તેમની પાસેથી મોબાઈલ છીનવી ફરાર થઈ ગયા હતા. રાજધાનીમાં આવી ઘટનાઓથી દિવસેને દિવસે વધી રહી છે. જેનું ભારે દુઃખ થાય છે. તેણે આ અંગે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, દિલ્હી પોલીસ અને કમિશનર એસ.એન. શ્રીવાસ્તવને ટ્વીટ કર્યું છે કે શું તે સલામત શહેર છે.
અભિનેત્રીના પ્રિયંકા ચોપડાના કાકા સાથે થઈ લૂંટ, કઝીને પોલસની કામગીરી પર ઉઠવ્યા સવાલ ઉત્તરીય જિલ્લા ડીસીપીએ માહિતી માંગી મીરા ચોપડાએ કરેલા આ ટ્વીટ અંગે ઉત્તર પોલીસ ડીસીપીએ દિલ્હી પોલીસ વતી ટ્વીટ કરી હતી. તેણે મીરા ચોપડાને આ ઘટના વિશે વધુ માહિતી આપવા જણાવ્યું હતું. આ સાથે, તેમણે આ ઘટના ક્યાં બની તે વિસ્તારની માહિતી પણ માંગી હતી. જેથી તે કેસની તપાસ કરી આ શખ્સોને પકડી શકે. ડીસીપીના આ જવાબ પર મીરા ચોપડાએ જણાવ્યું હતું કે આ ઘટના મોડેલ ટાઉન પોલીસ કોલોની પાસે બની છે. આ અંગે તેઓએ મોડેલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે.
ઘણા શુભેચ્છકોએ જવાબ આપ્યો
મીરા ચોપડાએ ગયા વર્ષની ફિલ્મ સેક્શન 375 માં અભિનેત્રી તરીકે કામ કર્યું છે. તેમની ટ્વિટ પર ઘણા શુભેચ્છકોએ તેમના પિતા વિશે પૂછ્યું હતું. તેના જવાબમાં મીરાને કહ્યું હતું કે, આ ઘટનામાં તેના પિતાને કોઈ ઇજા પહોંચી નથી. તે ઠીક છે પણ આ ઘટનાથી નારાજ છે. જો કે, હાલ, પોલીસ ઘટનાની આસપાસ CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે.