ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અભિનેત્રી મનીષા કોઈરાલાએ ગોરખપુર એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાને વખાણી - મનીષા કોઈરાલા ન્યૂઝ

મુંબઈથી ગોરખપુરના રસ્તેથી નેપાળ જતી અભિનેત્રી મનીષા કોઈરાલાએ ગોરખપુર એરપોર્ટની વ્યવસ્થાના વખાણ કર્યા હતા. સાથે અધિકારીઓના કાર્યને પણ સરાહના કરી હતી.

બોલીવુડ
બોલીવુડ

By

Published : Jun 3, 2020, 8:44 PM IST

ગોરખપુરઃ મુંબઈથી ગોરખપુરના રસ્તેથી નેપાળ જતી અભિનેત્રી મનીષા કોઈરાલાએ ગોરખપુર એરપોર્ટની વ્યવસ્થાના વખાણ કર્યા હતા. સાથે અધિકારીઓના કાર્યને પણ સરાહના કરી હતી.

અભિનેત્રીએ લખ્યું હતું કે, યાત્રિઓની સુરક્ષાને લઈને ગોરખપુર એરપોર્ટ વહીવટી તંત્ર બીજા માટે પ્રેરણા સ્ત્રોત છે. AAI (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ટ્વીટ કરીને મનીષા કોઈરાલાનો આભાર માન્યો હતો.

કેન્સર જેવા રોગને હરાવીને પરત ફરતી બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલા 2 જૂનના રોજ સ્પાઇસ જેટની ફ્લાઈટમાં બપોરે 1.10 વાગ્યે ગોરખપુર આવી હતી. કોરોના ચેપને રોકવા માટે ગોરખપુર એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાથી ખુશ થઈને બોલીવુડ અભિનેત્રીએ અધિકારીઓની કામગીરીને વખાણી હતી.

એરપોર્ટની વ્યવસ્થા અને સુરક્ષાના ધોરણોને જોતા તેણે એરપોર્ટ ડાયરેક્ટર એકે દ્વિવેદી અને ચીફ સિક્યુરિટી ઓફિસર વિજય કૌશલ સાથે વાત કરી હતી. તેમજ અધિકારીઓનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગોરખપુરમાં ઉતર્યા બાદ અભિનેત્રી મહારાજગંજ જિલ્લામાં સોનૌલી બોર્ડર તરફ રવાના થઈ હતી. બોલિવૂડ સ્ટાર મનીષા કોઈરાલા 2 જૂન મંગળવારે સાંજે સોનૌલી પહોંચી હતી.

ABOUT THE AUTHOR

...view details