ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાળીયાર હરણ શિકાર મામલો, જોધપુર પહોંચ્યા સૈફ અલી ખાન - blackbuck poaching case

ન્યૂઝ ડેસ્ક: કળીયાર હરણ કેસની સુનાવણી માટે બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન જોધપુર એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન પત્રકારોએ જ્યારે તેમને કાળીયાર હરણ શિકાર કેસ બાબતે પુછ્યું તો તેમણે તેમના કાર ડ્રાઇવરને કહ્યું કે "કાંચ ઉપર કરો અને ગાડીને રિવર્સ કરો" જે બાદ કારના ડ્રાઇવરે કાંચ ઉપર કરી લીધો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

ફાઇલ ફોટો

By

Published : Jun 20, 2019, 11:58 AM IST

કાળીયાર હરણ શિકાર મામલો 20 જૂનના રોજ હાઇકોર્ટમાં તેની સુનાવણી હતી. આ જ બાબત પર અભિનેતા સૈફ અલી ખાન જોધપુર આવ્યા હતા. આ આગાઉ 20 મી મેના રોજ કાળીયાર હરણ મામલે તે જોધપુર હાઇકોર્ટે સૈફ અલી ખાન, તબ્બૂ, સોનાલી, નીલમ તથા દુષ્યંત સિંહને નોટિસ ફડકારી હતી.

ANI ટ્વિટ

જણાવી દઇએ કે આ કેસ 21 વર્ષ જુનો છે. વર્ષ 1998માં ફિલ્મ હમ સાથ સાથ હૈંની શૂટિંગ દરમિયાન કાંકણી ગામ પાસે કાળીયાર હરણનો શિકાર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details