- સુપરસ્ટાર રજનીકાંત બનાવશે પોતાની રાજકિય પાર્ટી
- 31 ડિસેમ્બરે કરશે જાહેરાત
- તમિલનાડુમાં 2021માં યોજાનાર છે વિધાનસભા ચૂંટણી
- રજનીકાંતે ટ્વિટ કરી આપી માહિતી
ચેન્નઈઃ આગામી વર્ષમાં તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ વખતે રજનીકાંતે પણ મેદાનમાં ઉતરવાનું મન બનાવી લીધુ છે. જે અંગે દક્ષિણ ભારત સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતે ટ્વિટ કર્યુ છે કે તે 31 ડિસેમ્બરે પોતાની રાનીતિક પાર્ટી અંગં જાહેરાત કરશે.
રજનીકાંત ઉતરશે ચૂંટણીના મેદાનમાં
આપને જણાવીએ કે સોમવારે રજનીકાંતે પોતાનો મોરચો રજની મક્કલ મંદ્રમની બેઠક કરવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ તેમણે કહ્યું હતું કે રાજનીતિક નિર્ણય માટે હજી બધાએ રાહ જોવી પડશે. રજનીકાંતે કહ્યું હતું કે તેમણે 'રજની મક્કમ મંદ્રમ' મોરચાના જિલ્લા સચિવો સાથે મુલાકાત કરી રાજનીતિમાં પ્રવેશ કરવા અંગે ચર્ચા કરી હતી.