મુંબઇ: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે દિગ્ગજ અભિનેતા પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)ના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે.
પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિયુક્તિ - નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પ્રમુખ
પરેશ રાવલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પદ વર્ષ 2017થી ખાલી પડ્યું હતું.
પરેશ રાવલ
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાએ એક ટ્વીટ દ્વારા તેના નવા અધ્યક્ષ વિશે જાહેરાત કરી હતી.
પરેશ રાવલ હાલમાં અધ્યક્ષ પદ સંભાળી રહેલા નાટ્ય કલાકાર અર્જુન દેવ ચરણ પાસેથી અધ્યક્ષ પદ સંભાળશે.
Last Updated : Sep 10, 2020, 7:46 PM IST