અયોધ્યા: અયોધ્યામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. હવે મંદિરના પૂજારી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રામલલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના સહાયકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ અન્ય સહાયકોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
રામલલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ ભૂમિ પૂજનમાં સામેલ નહીં થાય - latestcoronanews
અયોધ્યામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. હવે મંદિરના પૂજારી પણ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. રામલલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના સહાયકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અયોધ્યામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 382 છે. 3 ઓગ્સ્ટના રોજ ઉદાસીન આશ્રમના એક સહાયક પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ મઠના અન્ય પૂજારીઓ અને સહાયકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા રામલલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના સહાયક પૂજારી કોરોના પોઝિટિવ આવ્યો છે. આચાર્ય સત્યેન્દ્રના સંપર્કમાં આવેલા બધા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. આચાર્ય સત્યેન્દ્ર દાસ પણ રામ મંદિર ભૂમિપૂજનમાં સામેલ થશે નહી, કારણ કે, તેઓ ક્વોરન્ટાઈનમાં છે.