ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આચાર્ય બાલકૃષ્ણએ રુચિ સોયા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પદેથી આપ્યું રાજીનામું - આચાર્ય બાલકૃષ્ણ મેનેજિંગ ડિરેક્ટર પદેથી રાજીનામુ

રૂચી સોયા નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હતી. ગયા વર્ષે પતંજલિ આયુર્વેદે તેને 4,350 કરોડમાં ખરીદી હતી. પતંજલિને ડિસેમ્બરમાં એનસીએલટી તરફથી આ કંપનીનું નિયંત્રણ મળ્યું હતું. આ પછી કંપની ફરીથી 27 જાન્યુઆરી 2020 ના રોજ શેર બજાર લિસ્ટ થઈ હતી.

Acharya Balkrishna
Acharya Balkrishna

By

Published : Aug 21, 2020, 7:34 AM IST

હરિદ્વાર: યોગ ગુરુ બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ રૂચી સોયા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. કંપનીના નિયામક મંડળે તેમનું રાજીનામું સ્વીકાર્યું અને તેમને પદથી મુક્ત કર્યા.

રાજીનામું આપવા પાછળનું કારણ તેમની અન્ય જગ્યાઓ પર વ્યસ્તતાને ગણાવવામાં આવી રહ્યું છે. જ્યારે કંપનીમાં નવા મેનેજિંગ ડિરેક્ટર બાબા રામદેવના ભાઈ રામ ભારત બનાવવામાં આવ્યા છે.

પતંજલિ જૂથ કંપનીની રૂચી સોયાનો જૂનમાં 13 ટકા નફો ઘટ્યો હતો. કંપનીએ બુધવારે જૂન મહિનાના પરિણામો જાહેર કર્યા હતા. આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો 13 ટકા ઘટીને 12.25 કરોડ રૂપિયા રહ્યો છે. જે એક વર્ષ અગાઉ રૂપિયા 14.01 કરોડ હતો.

રૂચી સોયા કંપની દેશની અગ્રણી ખાદ્યતેલ અને સોયાબીન ઉત્પાદનોની કંપની છે. સોયાબીનમાં તેની ન્યુટ્રિલા બ્રાન્ડ ખૂબ જ લોકપ્રિય છે. હવે બાબા રામદેવના ભાઈ રામ ભારત આ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી સંભાળશે.

ABOUT THE AUTHOR

...view details