જયપુરઃ ધારાસભ્ય હોર્સ ટ્રેડિંગ કેસમાં એસીબી દ્વારા ધરપકડ કરાયેલા આરોપી સંજય જૈનની પૂછપરછ એસીબીના મુખ્ય મથકથી શરૂ કરવામાં આવી છે. આરોપી સંજય જૈનને આજે એસીબીના અધિકારીઓએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં એસીબીને સોંપવામાં આવ્યો છે. આરોપી સંજય જૈનની એસીબી હેડક્વાર્ટરમાં વિવિધ તબક્કે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે, આગામી 4 દિવસ સુધી, એસીબી હેડક્વાર્ટર ખાતે, આરોપી સંજય જૈનની ધારાસભ્ય હોર્સ ટ્રેડિંગ મામલે સંબંધિત તમામ મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવશે અને તેનું નિવેદન નોંધવામાં આવશે.
રાજસ્થાનઃ MLA હોર્સ ટ્રેડિંગ મામલે આરોપી સંજય જૈનની ACB દ્વારા પૂછપરછ
ધારાસભ્ય હોર્સ ટ્રેડિંગ કેસમાં એસીબી દ્વારા ધરપકડ કરાયેલા આરોપી સંજય જૈનની પૂછપરછ એસીબીના મુખ્ય મથકથી શરૂ કરવામાં આવી છે. આરોપી સંજય જૈનને આજે એસીબીના અધિકારીઓએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય હોર્સ ટ્રેડિંગ કેસમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી ઓડિઓ ક્લિપ્સના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ એસીબીના મુખ્ય મથકે 2 એફઆઈઆર નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી ઓડિયો ક્લિપની સત્યતા સાબિત કરવા માટે આરોપી સંજય જૈનને એસીબીએ ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ લીધા છે.
આ કેસમાં આરોપી સંજય જૈનની પૂછપરછ ઉપરાંત એફઆઈઆરમાં નોંધાયેલા નામો વિશે પણ માહિતી એકત્રિત કરવામાં આવશે. આરોપી સંજય જૈનનું ધારાસભ્ય ભંવરલાલ શર્મા સાથે શું કનેક્શન છે, તેની પણ તપાસ એસીબી દ્વારા કરવામાં આવી રહી છે. જો જરૂરી હશે તો સંશોધન માટે આરોપી સંજય જૈનના અવાજના નમૂનાઓ પણ એસીબી દ્વારા રેકોર્ડ કરવામાં આવશે. જે માટે એસીબી દ્વારા કોર્ટની પરવાનગી પણ લેવામાં આવી છે.