બરેલી દુષ્કર્મ કાંડઃ બન્ને આરોપીઓને કોર્ટે ફટકારી ફાંસીની સજા - ઉત્તરપ્રદેશ ન્યૂઝ
ઉત્તરપ્રદેશઃ રાજ્યના બરેલી જિલ્લાના નવાબગંજ વિસ્તારના એક ગામમાં જાન્યુઆરી 2016માં એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. આ મામલે કોર્ટમાં 4 વર્ષ સુધી કેસ ચાલ્યો હતો. જેમાં કોર્ટે બન્ને દોષિઓને ફાંસીની સજા ફટકારી છે.
![બરેલી દુષ્કર્મ કાંડઃ બન્ને આરોપીઓને કોર્ટે ફટકારી ફાંસીની સજા accused of rape](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5664256-thumbnail-3x2-bareli.jpg)
બરેલી દુષ્કર્મ કાંડ
આ મામલે વિશેષ ન્યાયધીશ સુનીલ કુમાર યાદવે બન્ને દોષીઓને મુરારીલાલ અને ઉમાકાંતને ફાંસીની સજા ફટકારી છે. વિશેષ ન્યાયાધીશે આ ઘટનાને નિર્ભયા કાંડથી પણ વધારે ગંભીર ગણાવી હતી. સાથે એ પણ જણાવ્યું હતું કે, નિર્ભયા બાલિગ હતી અને આ પીડિતા નાબાલિગ હતી. આ નિર્ણયમાં દોષિઓને 4 લાખ 20 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.