'લંકેશ પત્રિકા'ના તંત્રી ગૌરી લંકેશની હત્યા 5 સપ્ટેમ્બર 2017 રોજ થઈ હતી. તેની હત્યાનો આરોપી ઋષિકેશ દેવડીકરની SITની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધનબાદના કરતારમાં એક ખાનગી પેટ્રોલ પંપમાં કેર ટેકરનું કામ કરી રહ્યો હતો. જે ત્યા ઓળખ છુપાવીને રહેતો હતો.
ઓળખ છુપાવીને રહેતો હતો આરોપી
ઋષિકેશ દેવડીકરને શુક્રવારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. સારી કામગીરી કરવા માટે કેન્દ્ર સરકારે આ હત્યા કેસની તપાસ કરી રહેલી SIT ટીમને ગત વર્ષે મેડલ પણ એનાયત કર્યો હતો. આ આરોપીની શોધ છેલ્લા દોઢ વર્ષથી કરવામાં આવી રહી હતી. આરોપી મહારાષ્ટ્રનો રહેવાસી છે.
નજીકથી ગોળી મારી કરી હતી હત્યા
પોલીસ અનુસાર, 5 સપ્ટેમ્બર 2017ના રોજ, ત્રણ શંકાસ્પદ ઈસમો અચાનક ગૌરી લંકેશના ઘરમાં ઘૂસી ગયા હતા. જે બાદ તેમના પર ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેઓ એક પ્રખ્યાત કવિ હતા. તેમના પિતાનું નામ પી લંકેશ હતા. તેમને પણ તંત્રી હતા