ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાનની ભત્રીજીનું પર્સ ચોરી કરનાર આરોપી CCTVમાં કેદ, પોલીસે તપાસ હાથ ધરી - વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજીનું પર્સ ચોરી કરનાર આરોપીઓના CCTV ફૂટેજ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજીનું પર્સ ચોરી કરનાર આરોપીઓના દિલ્હી પોલીસને CCTV ફૂટેજ મળ્યા છે. જેમાં બે સ્કૂટર સવાર યુવક પર્સ લઈને જઈ રહ્યા છે. જેથી પોલી CCTV ફૂટેડની મદદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના વડાપ્રધાન સાથે જોડાયેલી હોવોથી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ પણ કામે લાગી છે. પોલીસનો દાવો છે કે, તેઓ જલ્દી આરોપીઓની ધરપકડ કરી લેશે.

accused imprisoned in CCTV for stealing PM's niece's purse

By

Published : Oct 12, 2019, 7:30 PM IST

માહિતી પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી શનિવારે સવારે અમૃતસરથી જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન પહોંચી હતી. જ્યાંથી તેણીએ ગુજરાત સમાજ સદન સિવિલ લાઈન્સ માટે ઓટો કરી હતી. તેણી પોતાના પરિવાર સાથે આવી રહી હતી તે દરમિયાન ઓટોમાંથી ઉતરતા સમયે બે સ્કૂટી સવાર છોકરાઓ આવ્યા અને હાથમાં પર્સ લઈને ફરાર થઈ ગયા હતા. જણાવી દઈએ કે, તેણીના પર્સમાં 50 હજાર રોકડા રૂપીયા, બે મોબાઈલ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખેલા હતા. આ ઘટના અંગે સિવિલ લાઈન્સ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

વડાપ્રધાનની ભત્રીજીનું પર્સ ચોરી કરનાર આરોપી CCTVમાં કેદ

આ કેસની તપાસમાં માત્ર ઉત્તરીય જિલ્લા પોલીસ જ નહીં, પરંતુ મધ્ય જિલ્લા પોલીસ અને ક્રાઈમ બ્રાંચને પણ લગાવવામાં આવી છે. જેથી પોલીસે નજીકમાં લગાવેલ CCTV ફૂટેડની કરી, ત્યારે એક CCTV ફૂટેજ મળી આવ્યો હતો, જેમાં આરોપી ઘટના બાદ બેગ સાથે ફરાર થતા જોવા મળી રહ્યા છે. આ આરોપીઓના ફોટા દિલ્હી પોલીસના તમામ જૂથોને મોકલવામાં આવ્યા છે અને આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફોટામાં બંને છોકરાઓ 18 થી 20 વર્ષના હોવાનું જણાય છે..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details