ઉત્તર પ્રદેશમાં બસ નાળામાં ખાબકી, 29 લોકોના મોત - Gujarat
ન્યૂઝ ડેસ્ક: આગરા યમુના એકસ્પ્રેસ વે પર એક બસ નાળામાં ખાબકી હતી. જેમાં 29 લોકોના મોત નિપજ્યા છે, તો કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. આ બસ ઉત્તર પ્રદેશથી આગરા તરફ જઈ રહી હતી, જે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. રોડવેજની જનરલ બસ ડિવાઇટર કુદીને નાળામાં ખાબકી હતી.જો કે આ ઘટનાની જાણ થતાની સાથે જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
![ઉત્તર પ્રદેશમાં બસ નાળામાં ખાબકી, 29 લોકોના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3776161-thumbnail-3x2-sss.jpg)
ઉત્તર પ્રદેશમાં બસ નાળામાં ખબકી, 29લોકોના મોત નિપજ્યા
8 જૂલાઈના રોજ યૂપી 33 AD5877 અવધ ડિપો યાત્રીઓને લઇ દિલ્હી જઈ રહી હતી. જે દરમિયાન યમુના એક્સપ્રેસ વે પર બસ ચાલકે કાબુ ગુમાવતા બસ નાળામાં ખાબકી હતી. જેમાં 29 લોકોના મોત નિપજ્યા હતા.આગ્રાના યમુના એક્સપ્રેસ પર સોમવારે વહેલી પરોઢે માર્ગ દુર્ઘટનામાં 29 લોકોના મોત થયા છે.બસ નાળામાં પડી હતી.અવધ ડેપોની જનરલ બસ એક્સપ્રેસવેની રેલિંગ તોડીને 50 ફુટ ઊંડી ખીણમાં પડી હતી.હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ખીણમાં પાણી ભરાયેલું હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.
Last Updated : Jul 8, 2019, 8:23 AM IST