આ અકસ્માતમાં 7 વ્યક્તિના મોત થયા છે, જ્યારે 34 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક્સપ્રેસ-વે પર બનેલી આ ઘટના મૈનપુરીના કરહલ વિસ્તારમાં બની છે.
લખનૌ-આગ્રા એક્સપ્રેસ-વે પર અકસ્માત, 7ના મોત, 34 ઘાયલ - national news
ઉત્તરપ્રદેશ: મૈનપુરી નજીક આવેલા આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
સ્પોટ ફોટો
ઈજાગ્રસ્ત થયેલા લોકોને સૈફઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના કરહલ પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર 87 કિમીના અંતર પર થઈ છે. આ ઘટનાની જાણ થતા SP અજય શંકર રોય સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળ પર બચાવકાર્યમાં જોડાયા છે.