બુલંદશહેરમાં અકસ્માત, 3 બાળકો સહીત 7 ના મોત - બુલંદશહેર ન્યૂઝ
બુલંદશહેર: શહેરના ગંગાઘાટના નજીક રસ્તા પર નિંદ્રાધીન બાળકો અને મહિલાઓને પુરપાટ આવતી બસે કચડી નાખ્યા હતાં. આ અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત નિપજ્યાં છે. શ્રદ્ધાળુઓ ગંગામાં નાહવા માટે હાથ રસથી નરૌરા ઘાટ ખાતે આવ્યા હતાં.

up
બાળકો અને મહિલાઓ રસ્તા પર ઘોર નિંદ્રામાં હતાં. તે દરમિયાન પુરપાટે આવતી બસે 4 મહિલા અને 3 બાળકોને અડફેટમાં લીધા હતાં. આ ઘટનામાં 7 લોકના મોત નિપજ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. 7 લોકોના મોત થતા શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
બુલંદશહેરમાં અકસ્માત, 3 બાળકો સહીત 7 ના મોત