ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત - Gujarati news

આસામઃ શિવસાગર જિલ્લામાં એક મોટી અને નાની બસ વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

Accident

By

Published : Sep 23, 2019, 8:00 PM IST

મળતી માહિતી મુજબ આ ઘટના સોમવારે સવારે બની હતી. ગાલાઘાટ તરફથી ડિબ્રુગઢ જઈ રહેલી બસ વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી મીનીબસ સાથે અથડાઈ હતી. બંને બસ વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો હતો કે, બંને બસ અથડાતાં રસ્તા બાજુની ખાઈમાં ખાબકી હતી. જેમાં 10 લોકોના મોત થયા છે.

જોકે ઘાયલ તમામ લોકોને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details