મંગળવારે સવારે ઉદયપુર અમદાવાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા હતાં. મળતી માહિતી મુજબ ગુજરાત નંબરની આ કાર ખૂબ જ ઝડપી ગતિએ આવી રહી હતી, જેમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લોકો સવાર હતાં. કાર ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
રાજસ્થાન ખાતે વડોદરાના 4 લોકોના રોડ અકસ્માતમાં મોત, 2 ઈજાગ્રસ્ત - Accident between car and truck on Udaipur-Ahmedabad highway
રાજસ્થાનઃ ઉદયપુર-અમદાવાદ હાઈવે પર આવેલા પીપળી ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના 4 લોકોના મોત થયા છે અને 3 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના ફુરચે-ફુરચા ઉડી ગયા હતાં.
Accident between car and truck
આ ઘટનાની જાણ થતા જ પરસાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને મોર્ચારીમાં મુકવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અૈકસ્માત દરમિયાન ઘટનાસ્થળ પર લોકો એકઠા થયા હતા અને હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
Last Updated : Oct 29, 2019, 4:06 PM IST