જેએનયુ સ્ટુડન્ટ યુનિચન છેલ્લા બે અઠવાડિયાથી ફી વધારાના વિરોધમાં આંદોલન કરી રહ્યુ છે, એબીવીપીએ આ આંદોલનમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લીધો છે.
ABVPના નેતા મનીષ જાંગિડએ કહ્યું કે ડાબેરી વિદ્યાર્થીઓ આ મુદ્દા પર રાજનીતિ કરી રહ્યા છે. જેના કારણે આંદોલન દિશા ભટકી ચુક્યું છે. અને સોમવારના રોજ જ્યારે સંસદ માર્ચ કાઢવામાં આવી હતી તેમાં ABVP પણ જોડાયું હતું, પણ ડાબેરી વિદ્યાર્થીઓ રાજકીય નિવેદનો કરી રહ્યા હતા, અને તેમના હાથમાં કંઇક એવુ પ્લેકાર્ડ પણ હતુ. તેના જ કારણે ABVPએ વિદ્યાર્થીઓના સંધથી અલગ કરી આંદોલનને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.
JNU પ્રદર્શનઃ ફી વધારા સામેના આંદોલનમાંથી ABVP બહાર - JNU પ્રદર્શન
નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલયમાં હોસ્ટલના નવા નિયમો અને ફી વધારાને મુદ્દે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેને લઇને ABVPએ કહ્યું કે ડાબેરી વિદ્યાર્થી સંગઠન આ આંદોલનને અલગ રૂપ દઇ રહ્યા છે. જેના કારણે ABVP પોતાને આ આંદોલમમાંથી અલગ કરી રહી છે.
JNU પ્રદર્શનઃ ડાબેરી વિદ્યાર્થીઓના સંગઠનથી અલગ થયુ ABVP
વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, પ્રશાસન પાસે તેમની માગ રહેશે કે હોસ્ટેલ મેન્યુઅલ અને વધારવામાં આવેલ ફી પુરી રીતે પરત લેવામાં આવે અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી જલ્દી ફંડ જાહેર કરવામાં આવે.